Posts

Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો.

Image
  Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો. તારીખ :૨૦-૦૭-૨૦૨૪નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ખેરગામ વિસ્તારનાં તેમજ અન્ય સ્થળોઓથી પધારેલ સેવાભાવી  રક્તદાતાઓ સહિત ખેરગામ વેણ ફળિયાનાં ડો.પંકજભાઈ પટેલે 50મી વખત રક્તદાન કર્યું  હતું. તેમજ મંડળનાં હોદ્દેદારોએ પણ આ રક્તદાનમાં ભાગ લઈ મંડળ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગે જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલે તમામ રક્તદાતાઓનો તેમનાં તંદુરસ્ત જીવન માટે હાર્દિક શુભકામનાઓ અને સમાજ માટે ઋણ ચૂકવવા બદલ અંતઃ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, પ.પૂ. કથાકાર પ્રફુલ શુક્લજી,ખેરગામ ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી ઝરણાબેન પટેલ, નવસારી જિલ્લા સદસ્ય અને પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર,ખેરગામ મામલતદારsશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ,  મંડળનાં હોદ્દેદારો, શાળાનાં શિક્ષકો, ગામના આગેવાનો, પત્રકાર મિત્રો, રોટરી કલબ ચીખલીના હોદ્દેદારો, રક્તદાન કેન્દ્રના

માનનીય મુખ્યમંત્રીશ્રીનાં જન્મ દિવસ નિમિત્તે ખેરગામ તાલુકાના સરકારી કોલેજ ખાતે વૃક્ષારોપણ અને નાંધઈ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ કાર્યક્રમ યોજાયો.

Image
 માનનીય મુખ્યમંત્રીશ્રીનાં જન્મ દિવસ નિમિત્તે ખેરગામ તાલુકાના સરકારી કોલેજ ખાતે વૃક્ષારોપણ અને નાંધઈ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ કાર્યક્રમ યોજાયો.  ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે ખેરગામ તાલુકા યુવા મોરચા દ્વારા આયોજીત  સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખેરગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિધાર્થીઓ તેમજ અધ્યાપકશ્રીઓ સાથે વૃક્ષારોપણ અને નાંધઈ ગંગેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ માં સાફ સફાઈ અભિયાન કરી સેવાકીય અભિગમ સાથે જન્મદિવસની ઉજવણી કરી.

Khergam: ખેરગામ તાલુકાના ગૌરી અને તોરણવેરા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Image
  Khergam: ખેરગામ તાલુકાના ગૌરી અને તોરણવેરા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આજ રોજ ખેરગામ તાલુકાના ગૌરી ગ્રામપંચાયત સંકુલ અને તોરણવેરા માધ્યમિક શાળા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા *એક પેડ મા કે નામ* અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ભાજપ પ્રમુખશ્રી ચુનીભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, ભાજપ મહામંત્રીશ્રી લિતેશભાઈ ગાંવિત, વિવિધ ગામના સરપંચશ્રીઓ પ્રકાશભાઈ પટેલ ગૌરીના યજમાનપદે, પંકજભાઈ નાયક વડપાડા, મહેન્દ્રભાઈ નાયક પાટી, સુનિલભાઈ નાયક તોરણવેરા, ચંદુભાઈ પટેલ ચીમનપાડા યુવા મોરચા મંત્રી મુકુંદભાઈ પટેલ, ગૌરી પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો અને બાળકો, યુવા બોર્ડ સંયોજક નિહાલભાઈ, આતિશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.  

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

Image
Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો. આજરોજ તા.26/06/2024 ના બુધવારના દિને કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકા માં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ 1માં 3 કુમાર અને 3 કન્યાઓ મળીને કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગ થી ઉપસ્થિત ઉપ સચિવ  શ્રી આશિષભાઈ ચૌધરી સાહેબે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૌધરી સાહેબે ધોરણ 3 થી 8 ની ઉત્તરવહી અને એકમ કસોટી ચેક કરી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બાળકો માટેની નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 8 માટે પૂરી પાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે  ગ્રામજનો,