Posts

Khergam(vad mukhya shala): વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં આનંદમેળાની ભવ્ય ઉજવણી કરાઇ.

Image
Khergam(vad mukhya shala): વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં આનંદમેળાની ભવ્ય ઉજવણી કરાઇ. તારીખ : ૦૭-૦૨-૨૦૨૪નાં બુધવારના દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો. આ આનંદ મેળાને એસ.એમ.સી.નાં અધ્યક્ષશ્રી વિજયભાઈ પટેલનાં હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શાળાનાં બાળકો દ્વારા અલગ અલગ વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.  જેમાં સેન્ડવીચ, રસગુલ્લા, પાણીપુરી, મમરાભેલ,મેગીભેલ, બટાટાવડા, પૌંઆ, રસના, જીરા છાશ, વડાપાઉં, સમોસા, રસના અને વેફર ભેલ, છાશ વડાં અને પૌંઆ, ઉબાડિયું અને ચણાની ભેલ, મમરા ભેલ, છાશ અને મામાસેવ, મેગી ભેલ, મસાલા છાશ, ભેલ, પાઉંભાજી, ભેલ અને પૌંઆ, બટાકા ચિપ્સ અને ફ્રેન્ચ ફ્રાય, રસગુલ્લા, ચણાની ભેલ, ચણાની ચટપટી ભેલ, ગાજરનો હલવો, ભજિયાં, પાપડ ભેલ, ચાઇનીઝ ભેલ, ખમણ, નારિયેળ પાણી, પાઈનેપલ જ્યૂસ, દાળ ભેલ, કલમબોર જેવા વાનગીઓ/ફળફળાદીઓનાં ૨૭  સ્ટોલ જોવા મળ્યા હતાં જેમાં ભેલની, સમોસાનાં વાનગીઓના સ્ટોલ વધુ જોવા મળ્યા હતા.            આનંદ મેળો કરવાનો હેતુ વિદ્યાર્થીઓ ચીવટતા, ચોકસાઈ સ્વચ્છતા,વાનગીની રીત, સ્વાદ, વપરાતી વસ્તુઓ, ખર્ચ,નફો,નુકસાન, હિસાબ, નાણાંકીય લેવડદેવડનાં વ્યવહારથી કેળવાય છે

Valsad(Dharampur): વલસાડ પોલીટેકનિકનાં વિદ્યાર્થીઓએ નાટક દ્વારા રોડ સેફ્ટી અને ટ્રાફિકનાં નિયમો અંગે ધરમપુરવાસીઓને માહિતગાર કર્યા.

Image
Valsad(Dharampur): વલસાડ પોલીટેકનિકનાં વિદ્યાર્થીઓએ  નાટક દ્વારા રોડ સેફ્ટી અને ટ્રાફિકનાં નિયમો અંગે ધરમપુરવાસીઓને માહિતગાર કર્યા. આજરોજ તા.07/02/2024 ના દીને ધરમપુર ડૉ.બાબા સાહેબ સર્કલ ખાતે રોડ સેફટી અને ટ્રાફિકના નિયમોથી માહિતગાર માટે શિક્ષણ વિભાગ,પોલીસ વિભાગ અને આર ટી ઑ વલસાડના સંયુક્ત ઉપક્રમે સરકારી પોલીટેકનિક વલસાડના વિધાર્થીઓ દ્વારા નાટકોનું આયોજન ખેરગામ ભવાની નગર સોસાયટીના રહેવાસી અને વલસાડ પોલીટેકનિકનાં પ્રોફેસર શ્રી નિરલ પટેલ, અને આશીષ પટેલ સહિત સ્ટાફમિત્રો  દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.અને આ કાર્યક્રમનું આયોજન કરનાર સમગ્ર ટીમને ભારત દેશનું બંધારણ (સંવિધાન) આપવામાં આવ્યું હતું. રોડ પર જતી વખતે ફોન પર વાત ન કરવી,હેલ્મેટ પહેરવું, કારમાં જતી વખતે સિટબેલ્ટ પહેરવુ,ડ્રિન્ક એન્ડ ડ્રાંઈવ જેવી અનેક નાની સેફટીની બાબતો પોલિટેકનીક કોલેજ વલસાડના વિધાર્થીઓ દ્વારા નાટક ભજવીને માહિતી આપવામાં આવી હતી. જેમાં ધરમપુર તાલુકાના CPI શ્રી વસાવા સાહેબ, PSI શ્રી પ્રજાપતિ સાહેબનો ખુબજ સારો સહકાર રહ્યો હતો. જ્યાં સામાજિક આગેવાન વિજય ભાઈ અટારા,હેમંત પટેલ,વિમલ પટેલ,કમલેશ પટેલ, ખેરગામ વેણ ફળિ

Khergam : શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો.

Image
                                           Khergam : શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો. તારીખ : ૦૪-૦૨-૨૦૨૪નાં રવિવારના દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો. શાળાનાં બાળકો દ્વારા અલગ અલગ વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જેમાં ધોરણ -૩ ની વિદ્યાર્થિની હીર દ્વારા ભેલ, ધોરણ - ૪ નાં વિદ્યાર્થી ધ્રુવ દ્વારા ચણાચાટ, ધોરણ-૫ નાં વિદ્યાર્થી જયમીન દ્વારા ખમણ, ધોરણ -૪ ની હેલી દ્વારા  પૌંઆ, ધોરણ -૪ દ્વિતિ દ્વારા સેવપુરી, ધોરણ -૪ ની મહેક દ્વારા શરબત, ધોરણ - ૪ ની સિયા દ્વારા ઢોકળાં, ધોરણ -૩ ક્રિશ દ્વારા છાશ, ધોરણ -૭ સુહાની દ્વારા પાણીપુરી, ધોરણ -૬ ધ્વનિલ દ્વારા સમોસા, ધોરણ -૮ નીલ દ્વારા બટાટાભાજી, ધોરણ -૭ અંકેશ દ્વારા કટલેશ અને ધોરણ -૩ નાં રાજ દ્વારા ખીચું અને ભૂંગળા નાં સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.  આ આનંદ મેળાથી વિદ્યાર્થીઓ નાણાંકીય લેવડદેવડનાં વ્યવહારથી કેળવાય છે. તેમજ  પ્રાથમિક ગાણિતિક કૌશલ્ય જેવાકે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારનો વ્યવહારમાં ઉપયોગ કરતા શીખે છે. લેવડદેવડ દ્વારા નફો-ખોટની સમજ મેળવે છે. એકબીજા સાથે ભેગા મળીને  સંચાલન કરતા હોવાથી સંપ સહકાર અને

Khergam : ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ભાઈઓ અને બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
                               Khergam : ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ભાઈઓ અને બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ : ૦૩-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ખેરગામના વાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાઈઓ અને બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં ભાઈઓની બજરંગ ઈલેવન અને જયશ્રી રામ એમ બે ટીમ અને બહેનોની બ્લૂ જાયન્ટ અને પિન્ક પેન્થર એમ બે ટીમ મળી કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો.જેમાં ભાઈઓમાં બજરંગ ઈલેવન અને બહેનોમાં પિન્ક પેન્થર ટીમ વિજેતા થઈ હતી વિજેતા ટીમને અને રનર્સ ટીમને ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવ્યું  હતું  જેમાં કાર્યક્રમના ઉદ્દઘાટક તરીકે ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષશ્રી પદે શ્રી મહેશભાઈ વિરાણી (TDO સાહેબશ્રી ખેરગામ),શ્રીમતી લીનાબેન અમદાવાદી (તા.પં. ઉપપ્રમુખશ્રી), શ્રીમતી જશોદાબેન પટેલ શ્રીમતી અલ્કાબેન પટેલ (તા.પં. સદસ્ય), શ્રીમતી અંજલિબેન પટેલ (સરપંચશ્રી ગ્રા.પં.) તેમજ સરપંચ પતિ અને વાડ ગામના અગ્રણી ચેતનભાઈ પટે

Khergam : ખેરગામ ગામના રોહિતવાસ ફળિયાના રસ્તાનું નવીનીકરણ કરવા ખાતમુહૂર્ત કરાયું.

Image
                        Khergam :  ખેરગામ ગામના રોહિતવાસ ફળિયાના રસ્તાનું નવીનીકરણ કરવા ખાતમુહૂર્ત કરાયું. ખેરગામના આછવણી રોડ ઉપર આવેલા આછવણી મેઈન રસ્તાથી રોહિતવાસ ફળિયામાં બળવંતભાઈ ચૌહાણના ઘર સુધી જતો અંદાજિત ૪૦૦ મીટરનો રસ્તો છેલ્લા ઘણા સમયથી જર્જરીત થઈ જતા ફળિયાવાસીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. રસ્તાનું નવીનીકરણ માટે સ્થાનિક અગ્રણી આશિષ ચૌહાણે ગયા વર્ષે તાલુકા પંચાયતના માજી પ્રમુખ રક્ષાબેન પટેલને રજૂઆત કરી હતી. જેથી એટીવીટી યોજનામાંથી ડામર રસ્તો મંજૂર કરાવવાની આગળની કાર્યવાહી કરી હતી અને તાજેતરમાં જ ડામર રસ્તા માટે સરકારમાંથી વહીવટી મંજૂરી મળતા રસ્તાનું ખાતમુહૂર્ત થતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.  આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ, ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદી, ડેપ્યુટી સરપંચ તથા પત્રકાર જિગ્નેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Khergam : ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન.

Image
        Khergam :  ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન. વાડ ખાતે યોજાયેલ ૭૫માં પ્રજાસત્તાક પર્વના દિને વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલને ખેરગામ તાલુકા પંચાયત તરફથી તેમની વિશિષ્ટ કામગીરી બદલ તેમનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબના હસ્તે જ્યારે ખેરગામ કેન્દ્ર 'પ્રતિભાશાળી શિક્ષક'નું સન્માન વાડ ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલના હસ્તે  કરવામાં આવ્યું હતું. આમ તેમનું બેવડું સન્માન કરવામાં આવ્યું હતું. તેમનાં વિશિષ્ટ કાર્યોમાં  જિલ્લા કક્ષાએ ઇનોવેશનમા ભાગીદરી,વહિવટી ઓનલાઇન દરેક કામગીરીમાં ભાગીદારી, શાળા બાળકોને જરૂરિયાત મુજબ આર્થિક મદદ કરવી, શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીસંમેલન,ધોરણ -૧ માં પ્રવેશ મેળવેલ બાળકોને સને -૨૦૨૨ ના વર્ષમાં લેમિનેટ 30 દેશી હિસાબ વિતરણ, શાળામાં વોલ પર લગાવેલ ફોર્મશીટના ફોટા માટે ૫૦૦૦/- નું દાન, શાળામાં સરસ્વતી માતાની ફોટો દાન, વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિના લેમિનેશન ના ફોટા માટે ૨૨૦૦/- રૂનું દાન, શાળાનો લોગો બનાવવો, શાળામાં બાગ માટે માટીપુરાણ,શાળા મેદાનમાં વિવ

Khergam : રૂઝવણી પટેલ ફળિયા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ઝળક્યા.

Image
           Khergam : રૂઝવણી પટેલ ફળિયા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ઝળક્યા. નવસારી જિલ્લા ખેલ મહાકુંભ 2024 ખેરગામ તાલુકાનું એથ્લેટીકસ રમતનું આયોજન જનતા માધ્યમિક હાઇસ્કુલ ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું.  જેમાં રૂઝવણી પટેલ ફળિયા પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતુ. અંડર ઈલેવન ભાઈઓની  50 મીટર દોડમાં અંશ મનોજભાઈ પટેલ પ્રથમ ક્રમ અને બહેનોની 50 મીટર દોડમાં કાવ્યા વિજયભાઈ પટેલ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. અને બ્રોડ જમ્પમાં આયુષી સંજયભાઈ પટેલ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે અંડર નાઈન 30 મીટર દોડમાં આર્યન વિજયભાઈ પટેલ તૃતીય ક્રમ મેળવી ખેલાડીઓએ શાળાને સિદ્ધિ અપાવી હતી.  ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર,ખેરગામ બીટ  નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ અને ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ અને મહામંત્રી કિરીટભાઈ પટેલ અને શાળાનાં આચાર્યશ્રી અશોકભાઈ પટેલ અને શાળાના સ્ટાફ મિત્રોએ ખેલાડીઓના રમતના ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.