Posts

Khergam: ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

Image
                                              Khergam: ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. જનતા માધ્યમિક શાળા ખેરગામ તેમજ એલ એન્ડ ટી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને અગત્સ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ : 28/02/ 2024 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રોજ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન ખેરગામ તાલુકાની જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ તાલુકાના મામલતદારશ્રી ડી.સી.બ્રાહ્મણકાચ્છ સમારંભના અધ્યક્ષ તરીકે બિરાજમાન હતા અને સાથો સાથ તાલુકા વિકાસ અધિકારી શ્રી મહેશભાઈ વિરાણી,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મનીષભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી લીનાબેન, ખેરગામ સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ તેમજ અને શાળાના સંચાલક મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ ઉપપ્રમુખશ્રી પ્રશાંતભાઈ પટેલ અને કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ પટેલ સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.અગસ્ત્ય ફાઉન્ડેશનના સહયોગથી કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા કુલ 32 વૈજ્ઞાનિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ખેરગામ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ માધ્યમિક અને ઉચ્

Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો.

Image
                                                    Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો. તારીખ : ૨૪-૦૨-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો હતો. આ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં ધોરણ ૧થી૫નાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંગીત ખુરશી, સોય દોરો, સિક્કા શોધ, લીંબુ ચમચી, રીંગણ પકડ, કેળાં કૂદપકડ, માટલી ફોડ અને ગાળિયા પસાર  જેવી રમત રમાડવામાં આવી હતી. બાળકોએ સ્પોર્ટ્સ ડે ઉજવણીમાં  ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવવા પ્રયત્ન કરતાં જોવા મળ્યા હતા. વિજેતા બાળકોને ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલ દ્વારા ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.

Dang (saputara) : ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબના માર્ગદર્શન હેઠળ સાપુતારા ઘાટમાર્ગની સાફ-સફાઇ કરવામાં આવી.

Image
               Dang (saputara) : ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબના માર્ગદર્શન હેઠળ સાપુતારા ઘાટમાર્ગની સાફ-સફાઇ કરવામાં આવી. રાજ્યના એકમાત્ર ગીરીમથક સાપુતારામાં આજે મહા સાફસફાઈ અભિયાન સાપુતારાના ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને યોજાયું જેમાં પોતે ચીફ ઓફિસર ડૉ . ચિંતન વૈષ્ણવ સાહેબ સાફ-સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા. સાપુતારામાં પ્રથમવાર છ કિલોમીટરના ઘાટ માર્ગમાં સાફ-સફાઈ અભિયાન સાપુતારા નોટિફાઇડ એરીયા કચેરીના ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં નોટિફાઇડ કચેરીના તમામ કર્મચારીઓ, સાપુતારા હોટલ એસોસિએશનનો સ્ટાફ તેમજ સાપુતારા ખાતે ચાલતી તમામ એડવેન્ચર એક્ટિવિટીનો સ્ટાફ, સાઈ બજાર ખાતે આવેલી રેસ્ટોરન્ટનો સ્ટાફ, લારી ગલ્લાવાળા, નવાગામના યુવાનો તેમજ સાપુતારાના તમામ નાના-મોટા ધંધાર્થીઓ આ સાપ સફાઈ ઝુંબેશમાં સ્વયંભૂ જોડાયા હતા. સાપુતારાના નગરજનો, હોટલ માલિકો, એડવેન્ચર એક્ટિવિટી સ્ટાફ તેમજ નોટિફાઇડના કર્મચારીઓએ સાપુતારાના ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. સાપુતારા ના લોકોનું એવું કહેવું છે કે આજદિન સુધી ક્યારેય અહીં ઘાટ વિસ્તારની સફાઈ કરવામાં આવેલ નથી.   નોટીફાઇડ એરિયા સાપુતા

Khergam : ખેરગામ તાલુકાના વાડ ગામના ઉંચાબેડા, આંબા ફળિયા ખાતે આગજની બનાવની ઘટના બની.

Image
                     Khergam : ખેરગામ તાલુકાના વાડ ગામના ઉંચાબેડા, આંબા ફળિયા ખાતે આગજની બનાવની ઘટના બની. "ખેરગામ તાલુકાના વાડ ગામના ઊંચા બેડા, આંબા ફળિયા ખાતે એક ઘરમાં આગ લાગવાની ઘટના દુઃખદ." : ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ  આ ઘટનાની જાણ થતા તુરંત જ ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઘટના સ્થળે પહોંચી ઘરમાં વસતા પરિવારને સાંત્વના પાઠવી તથા જરૂરી તમામ સહાય ત્વરિત પહોંચાડવા માટે તંત્રના અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Image
        Khergam (janta madhyamik school) : ખેરગામની જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૨૧-૦૨-૨૦૨૪નાં દિને જનતા માધ્યમિક  શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું,જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ખેરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સાહેબને બિરાજમાન હતા. ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે દીપ પ્રગટીકરણ દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને શાળાના પ્રાર્થના વૃંદે સુપરવાઇઝર શ્રી મહેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રેક્ષકો સમક્ષ પ્રાર્થના રજૂ કરી હતી,           શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ આવકાર પ્રવચન દ્વારા આમંત્રિત મહેમાનો આવકાર કરવામાં આવ્યો હતો,સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગ ,માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં ધોરણ 10 અને 12 તેમજ ધોરણ 9 અને 11 માં શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સમગ્ર વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તેમને પ્રમાણપત્ર અને શીલ્ડ અર્પિત કરવ

Khergam: 44મી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2024મા ખેરગામ તાલુકાના રમતવીરોએ‌‌ કાઠું કાઢ્યું.

Image
                     Khergam: 44મી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2024મા ખેરગામ તાલુકાના રમતવીરોએ‌‌ કાઠું કાઢ્યું. 44મી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2024 શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બાલેવાડી પૂના મહારાષ્ટ્ર ખાતે 13 ફેબ્રુઆરી થી 17 ફેબુઆરી 2024 દરમિયાન યોજાઈ હતી જેમાં ખેરગામ તાલુકામાંથી મણીલાલ એલ. પટેલ તથા બાબુભાઈ એસ પટેલ નિવૃત્ત S.T. કર્મચારીએ ભાગ લીધો હતો. બંને દોડવીરોએ  ઉત્કૃષ્ટ પ્રશંસનીય દેખાવ કરતાં રાષ્ટ્રીય  કક્ષાએ મેડલ વિજેતા બન્યા હતા.  ખેરગામ તાલુકાના નાંધઈ વાળી ફળિયાના રહેવાસી તથા એસ.ટી નિવૃત્ત કર્મચારી  બાબુભાઈ સામજીભાઈ પટેલે તારીખ 13/02/2024 ના મંગળવારે  સુંદર પ્રદર્શન કરી રાષ્ટ્રીય કક્ષાએ 70 વર્ષથી ઉપરની કેટેગરીમાં 800મી દોડમાં આખા ભારત દેશના દોડવીરોને પછાડી  રાષ્ટ્રીય સ્તરે બીજા ક્રમે વિજેતા બન્યા હતા. જ્યારે તા. 14/02/2024 નો દિવસ પણ બાબુભાઈ માટે સોનાનો સૂરજ ઉગ્યો. 400મી દોડમાં પણ આ બુઝુર્ગ યુવાને યુવાનોને પણ શરમાવે એવું પ્રદર્શન કરી ભારત દેશના ૨૮ રાજ્યો તથા ૮ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવેલા રમતવીરોને પછાડી દ્વિતીય ક્રમે વિજેતા બન્યા હતાં. રખે ભ

Khergam: ખેરગામની સરકારી કોલેજમાં તેજસ્વી તારલાઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સમ્માન.

Image
                Khergam: ખેરગામની સરકારી કોલેજમાં તેજસ્વી તારલાઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સમ્માન. ખેરગામ સરસીયા ખાતે આવેલી સરકારી વિનયન વાણિજય અને વિજ્ઞાન કૉલેજમાં સોમવારના રોજ ડૉ.એસ.એમ. પટેલના અધ્યક્ષતામાં સપ્તધારા, રાષ્ટ્રીય સેવા યોજના, ઉદિશા, રમત-ગમત તેમજ આર્ટસ, કોમર્સ અને સાયન્સ વિભાગ દ્વારા થયેલી શૈક્ષણિક અને વિવિધ ઈત્તર પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ પ્રથમ, દ્રિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર તેમજ જુદી જુદી પ્રવૃતિઓમાં સહભાગી બનવા બદલ તેમને સન્માનિત કરવા માટે ટ્રોફી અને પ્રમાણપત્ર વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો. સરકાર દ્વારા નક્કી છે કે, વિદ્યાર્થીને પ્રોત્સાન મળે અને ઉતરોત્તર પ્રગતિ કરી જીવનમાં આગળ વધે તેમજ રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે હેતુથી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ને ૫૦૦ અને દ્વિતિય ક્રમ પ્રાપ્ત કરનારને ૩૫૧ અને તૃતીય થયેલ અને ક્રમ પ્રાપ્ત કરનારને ૨૫૧ લેખે રોક્ડ પુરસ્કાર અને ૭૫ ટ્રોફી અને ૧૪૯ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.  જે નિમિત્તે વાલી પ્રતિનિધિ મંડળના પ્રમુખ અને ખેરગામના સામાજિક કાર્યકર્તા અમ્રતભાઈ પટેલ, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ અને ખેરગામ બ્રહ્મ