Posts

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25-નવસારી લોકસભા સીટ

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25-નવસારી લોકસભા સીટ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે નવસારી જિલ્લાનો પોલિંગ સ્ટાફ તેઓના મતદાન મથકે પહોંચી રહ્યા છે. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv @ECISVEEP @CEOGujarat pic.twitter.com/hninjeSZFA — Collector & DM Navsari (@CollectorNav) May 6, 2024 આપણા વડીલોએ તેમની ફરજ નિભાવી છે. આજે આપડી ફરજ નિભાવવાનો દિવસ છે. ચાલો સૌ મતદાન મથક પર જઈને મતદાન કરીયે! Our elders have celebrated this festival of democracy. Today is our day to celebrate! Let’s all go out and cast our vote! ⁦ @CollectorNav ⁩ ⁦ #DeshKaGarv #ChunavKaParv pic.twitter.com/b1nUDFtyBx — ARO 25 Navsari PC (GJ) and Prant Officer Navsari (@prantnavsari) May 7, 2024 Happy and Proud faces at the polling booth! #GoVote #LokSabhaElection2024 @CEOGujarat @ECISVEEP pic.twitter.com/X6sF89q1xO — Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024 લોકશાહીના મહાપર્વમાં મે મારી ફરજ નિભાવી દીધી છે. તમે પણ અચૂક મતદાન કરજો. #LokSabhaElection2024

Khergam: ખેરગામના પાટી પ્રાથમિક શાળા ખાતે MDM યોજના અંતર્ગત અવેરનેસ તાલીમ યોજાઈ.

Image
                        Khergam: ખેરગામના પાટી પ્રાથમિક શાળા ખાતે MDM યોજના અંતર્ગત અવેરનેસ તાલીમ યોજાઈ. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી નવસારીના અધ્યક્ષ સ્થાને તા.૧૫/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ સમીક્ષા બેઠકમાં મળેલ સુચના અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી.  નવસારી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાના મુ.શુ.શ્રીઓને ફુડ હેન્ડલીંગ, હાઇજીન સંદર્ભે અવેરનેસ તાલીમ સંદર્ભે મદદનીશ કમીશનરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી મારફત  તાલીમ આપવામાં આવી હતી.જે તાલીમમાં  ખેરગામ તાલુકાના તમામ મુ.શિ.શ્રીઓન અને મધ્યાહન ભોજન સંચાલક ઉપસ્થિત રહ્યા હતા. તાલીમનું સંચાલન જિલ્લા ડ્રગ અને ફૂડ વિભાગમાંથી ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. અને તેમાં ખેરગામ નાયબ મામલતદાર તેજલબેન અને mdm વિભાગના મિતુલભાઈ પટેલ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. તાલીમમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશભાઈ ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ સહિત  52 શાળાનાં મુખ્ય શિક્ષકો જોડાયા હતા.

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

Image
                                             Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે  ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ. તારીખ : ૧૯-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાનાં શિક્ષકો માટે જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ  ૬ થી ૮નાં ૬૮ શિક્ષક ભાઈ-બહેનોની ફ્રેઝ -૪ જ્ઞાનકુંજ તાલીમમાં જોડાયા હતા. ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 30000 વર્ગખંડોમાં જ્ઞાનકુંજનું અમલીકરણ. થયેલ છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ (GCSE) શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર વતી હાર્ડવેર ઓપરેટિંગ સોફ્ટવેર અને સિસ્ટમ્સની જાળવણી સહિતની તાલીમ શિક્ષકોને આપવામાં આવી રહી છે. જે અંતર્ગત માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેરગામ તાલુકાના શિક્ષકોને સ્માર્ટ બોર્ડની ઓપરેટિંગ સિસ્ટમ અને toolsની સમજ અને તેના વિવિધ મેનુઓની સમજ આપવામાં આવી હતી. વર્ગખંડમાં તેનો ઉપયોગ કરી શિક્ષણની ગુણવત્તામાં કેવી રીતે સુધારો કરવો, તે બાબતે નીચે આપેલ મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી હતી. જ્ઞાનકુંજ પરિચય જ્ઞાનકુંજ એ ટેક્નોલોજી ટૂલ્સની મદદથી વર્ગખંડની ક્રિયાપ્રતિક્રિયા અને શિ

Khergam : ખેરગામ ગ્રામ પંચાયત સહયોગથી શ્રીમદ્દ રાજચંન્દ્ર હોસ્પિટલ દ્વારા નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

Image
                                  Khergam : ખેરગામ ગ્રામ પંચાયત સહયોગથી શ્રીમદ્દ રાજચંન્દ્ર હોસ્પિટલ દ્વારા નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. તારીખ : ૧૪ માર્ચ ૨૦૨૪  ગુરુવારના રોજ સ્થળ : વલસાડ રોડ, ધર્મેશભાઈ પટેલની વાડીમા સમય : સવારે ૧૦.૦૦ વાગ્યાથી  બપોરે ૩.૦૦ વાગ્યા સુધી નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં બ્લડ સુગર,બ્લડ પ્રેશર, શરદી, ખાંસી, તાવ, ઝાડા-ઉલ્ટી,ખાસ કરીને એનિમીયાની તપાસ (શરીરમા હીમોગ્લોબીન (લોહી)નું પ્રમાણ)નાં કુલ ૩૯૫ જેટલાં લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. દાંતની સમસ્યાને લગતા ૭૦ જેટલાં લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે આંખની તપાસ કરી અને ૨૭૪ જેટલાં લાભાર્થીઓને ચશ્માં વિતરણ કરવામાં આવ્યું હતું. જેઓનું લોહીનું પ્રમાણ 7% થી ઓછુ આવ્યું હશે તેવા એનિમીયાના (લોહીની ઊણપ વાળા)દર્દીઓને આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ નિઃશુલ્ક સારવાર માટે શ્રીમદ્દ રાજચન્દ્ર હોસ્પિટલમાં સઘન સારવાર માટે મોકલવામાં આવશે. આ પ્રસંગે ગામના સરપંચ ઝરણાબેન પટેલ, ડેપ્યુટી જીગ્નેશભાઈ પટેલ, મામલતદારશ્રી દલપતભાઈ(ડી.સી. બ્રાહ્મણકાચ્છ) સાહેબ, ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સાહે

Khergam : ખેરગામના N.S.S.ના બે સ્વયંસેવકો રાષ્ટ્રીય એકતા (NIC)-૨૦૨૪ શિબિરમાં ભાગ લેશે.

Image
             Khergam : ખેરગામના N.S.S.ના બે સ્વયંસેવકો રાષ્ટ્રીય એકતા (NIC)-૨૦૨૪ શિબિરમાં ભાગ લેશે. ખેરગામના સરસીયા ખાતે આવેલી સરકારી વિનયન વાણિજય અને વિજ્ઞાન કોલેજના સ્વયંસેવકો આયુષકુમાર સુભાષભાઈ પટેલ અને રૂત્વિકાબેન સુધીરભાઈ પટેલ કૉલેજના આચાર્ય ડૉ. સંજયકુમાર એમ. પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) વિભાગ દ્વારા તા.૧૬ થી તા.૨૨ દરમિયાન ફ્કીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા શિબિર (NIC)-૨૦૨૪ માં ભાગ લેશે.એન.એસ.એસ. પ્રાદેશિક નિર્દેશાલય, ભુવનેશ્વર અને યુવા અને રમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા ફ્કીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે યોજિત શિબિરમાં સમગ્ર ભારતભરના વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઓળખ કરાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોના કુલ ૧૨૨ N.S.S. ના સ્વયંસેવકો ભાગ લેશે. જેમાં સમગ્ર ગુજરાત રાજયમાંથી વિવિધ યુનિવર્સિટીઓમાંથી માત્ર ચાર સ્વયંસેવકો અને ચાર સ્વયંસેવિકાઓ મળી કુલ ૮ સ્વયંસેવકોને કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ખેરગામ કોલેજના બે સ્વયંસેવકો આયુષકુમાર સુભાષભાઈ પટેલ

Khergam : ખેરગામ પ્રા.શિ.સંઘનાં પૂર્વ પ્રમુખશ્રીનાં પરિવારના તરફથી કુમાર શાળા ખેરગામને સરસ્વતી માતાની આરસની મૂર્તિ ભેટ ધરાઇ.

Image
                      Khergam : ખેરગામ પ્રા.શિ.સંઘનાં પૂર્વ પ્રમુખશ્રીનાં પરિવારના તરફથી કુમાર શાળા ખેરગામને સરસ્વતી માતાની આરસની મૂર્તિ ભેટ ધરાઇ. તારીખ : ૧૧-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળામાં  શિક્ષક સંઘનાં પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકીના પરિવાર તરફથી સરસ્વતી માતાની ₹ ૨૫,૦૦૦ રૂપિયા કિંમતની આરસની મૂર્તિ ભેટ સ્વરૂપે આપવામાં આવી.   સૌ પ્રથમ શાળા પરિવારે તેમના પરિવારનું પુષ્પગુચ્છથી ભાવભીનું સ્વાગત કર્યું હતું. મૂર્તિ સ્થાપનાની પૂજા વિધિ ખેરગામ કેન્દ્રના પૂર્વ સી. આર.સી. જીવણભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની શ્રીમતી જશુબેન પટેલના હસ્તે કરવામાં આવી હતી. ફતેહસિંહ સોલંકી અને તેમનો પરિવાર પહેલેથી જ "સેવા પરમો ધર્મમાં" માનનારો પરિવાર છે. તેઓ શિક્ષક સંઘનાં પ્રમુખશ્રીનાં હોદ્દા દરમ્યાન પણ શિક્ષકોના હિતમાં ઘણાં કાર્યો કર્યા હતા. તેમજ તાલુકાના શૈક્ષણિક કાર્યક્રમોમાં તેમણે તનમન અને ધનથી યોગદાન આપ્યું હતું. હાલ તેઓ સેવા નિવૃત્ત થયેલ હોવા છતાં તેમની દાન  પ્રવૃતિ ચાલુ જ છે.  તેમણે કુમાર શાળા ખાતે શિક્ષણની દેવી "સરસ્વતી માતાની" મૂર્તિ ભેટ ધરી  શિક્ષક તરીકેનું ઋણ અદા કર્યું. આ કાર્યક

KHERGAM: ખેરગામની સરકારી કોલેજમાં વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારંભ યોજાયો.

           KHERGAM: ખેરગામની સરકારી કોલેજમાં વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારંભ યોજાયો. વિનયન, વાણિજય અને વિજ્ઞાન કૉલેજમાં તા.૨૯/૦૨/૨૦૨૪ને  ગુરૂવારના રોજ સાંસ્કૃતિક સમિતિ અને - સપ્તધારા વિભાગનાં સયુંકત ઉપક્રમે ભૂતપૂર્વ વિદ્યાર્થી-વાલી સંમેલન અને ૩૧મો વાર્ષિકોત્સવ- ઇનામ વિતરણ સમારંભ પ્રિ. ડૉ.એસ.એમ.પટેલના  માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.  જેમાં સમારંભનાં ઉદઘાટક તરીકે નારણલાલા કૉલેજ ઓફ પ્રોફેશનલ એન્ડ એપ્લાઈડ સાયન્સ કૉલેજ, એરૂ  ચાર રસ્તા નવસારીથી પ્રિ.ડૉ.સુનિલકુમાર એમ.નાયક તેમજ મુખ્ય મહેમાન તરીકે ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ,  ઉપ પ્રમુખ લીનાબેન, ખેરગામ સરપંચ ઝરણાબેન, અનેક હોદ્દેદારો, ભૌતિકશાસ્ત્રનાં એસો. પ્રોફેસર અને  બાહ્ય કૉલેજ મેમ્બર વી.એસ. પટેલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, પ્રો.દિપેશભાઈ બી.પટેલ,વાલી પ્રતિનિધિ મંડળનાં પ્રમુખ સહ અનેક સામાજિક કાર્યકર્તા, બીલીમોરાના, તેજસભાઈ આર.દેસાઈ, નિવૃત  ઈજનેર રમેશભાઈ ડી. પટેલ,વાલી પ્રતિનિધિ મંડળનાં પ્રમુખ, ફાલ્ગુનીબેન કંસારા ઉપસ્થિત રહ્યા હતા જેમને આચાર્ય ડૉ.એસ.એમ. પટેલે શાબ્દિક પરિચય અને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.  પ્રિ.ડૉ.એસ.એમ.પટેલે સાયન્સ