ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

  

ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રના  લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશ પટેલના હસ્તે ખેરગામ તાલુકાના જામનપાડા માઉલી માતા મંદિરના પટાંગણમાં વન વિભાગ દ્વારા બનાવેલા પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશ દેસાઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે મુકેશ પટેલે જણાવ્યું છે આજે સંતોષાય છે. પંચવટી કેન્દ્ર અહીંના લોકોને ખુબજ ઉપયોગી થઈ રહેશે તેમજ માતાજીના ભકતો અહી માનતા કે બાધા પૂરી કરવા માટે આવશે ત્યારે અહીં રસોડુ રાખીને જમાડવાની વ્યવસ્થા માટે પણ હોલનો ઉપયોગ થઈ શકશે. પંચવટી કેન્દ્રમાં સ્વચ્છતા કાયમી ધોરણે સ્વચ્છતા રહે તે માટે ગ્રામજનોને અપીલ કરી હતી. આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો જંગલની જાળવણી સારી રીતે રાખે છે. 

તેમજ તેમને વૃક્ષ પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે. દિકરીના જન્મ સમયે ૨૫ જેટલા સાગ વાવો. જેથી દિકરી લગ્નપ્રસંગમાં કામ આવશે. માઉલી માતાજીનું આ સ્થળ પર્યટન સ્થળ બને અને પ્રવાસીઓ આવે તેવું મોટી સંખ્યામાં આવે તેવું આયોજન કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલે જણાવ્યું હતું કે, પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્ર ગ્રામજનો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. કોઇપણ સામાજીક પ્રસંગ વખતે પંચવટી હોલ ખૂબ જ કામ આવશે. માઉલી માતા ઔદિવાસી સમાજની કુળદેવી છે. આ સ્થળે સારા સારા વૃક્ષોનો ઉછેર કરી, રળિયામણું બનાવામાં આવશે. જેથી પર્યટકો વારંવાર આ સ્થળની મુલાકાત માટે આવશે.


Comments

Popular posts from this blog

Khergam : ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન.

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

Valsad: ધરમપુરના બીલપુડીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પીએમ જનમન ઈ- સંવાદ કાર્યક્રમ યોજાયો.