ચીખલીના રૂમલા ખાતે વડાપ્રધાનશ્રીનો પીએમ જનમનનાં લાભાર્થી સાથે સીધો લાઈવ લોકસંવાદ કાર્યક્રમ યોજાયો.

                   

ચીખલીના રૂમલા ખાતે વડાપ્રધાનશ્રીનો પીએમ જનમનનાં લાભાર્થી સાથે સીધો લાઈવ લોકસંવાદ કાર્યક્રમ યોજાયો.

નવસારી જિલ્લાના રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીનો લાભાર્થી સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ યોજાયો.

રૂમલા ખાતે  પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો લાઈવ સંવાદ કાર્યક્રમ ભારત સરકારના રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી અનુપ્રિયા પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો.

પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મહાનુભવો સહિત ઉપસ્થિત ગ્રામજનોએ નિહાળ્યું.

આદિમજૂથના  પરિવારો સુધી સરકારની પ્રજાલક્ષી યોજનાઓ પહોંચાડવા પીએમ જન મન અભિયાન કટિબધ્ધ  : કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી અનુપ્રિયા પટેલ

(નવસારી : સોમવાર ) નવસારી  જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો લાભાર્થીઓ સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ ભારત સરકારના રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી અનુપ્રિયા પટેલના  અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ  lઆદિમજૂથના સમુદાય સુધી પહોંચાડવા માટે નવસારી જિલ્લા વહીવટીતંત્ર સહિત પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 


            આદિમજૂથના પરિવારોના  વિકાસની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા ભારત સરકારના રાજ્ય ઉધોગ અને વાણિજ્ય મંત્રીશ્રી અનુપ્રિયા પટેલે  જણાવ્યું હતું કે ભારત સરકાર આદિમજૂથ પરિવારના છેવાડાના  માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડીને લોકોના જીવનશૈલીમાં બદલાવ લાવવા માટે પીએમ જન મન અભિયાન કટિબદ્ધ છે. આજે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાને સરકારી યોજનાઓનાં લાભો અપાવવા માટે  આદિજાતિ વિસ્તારના ગામેગામ  પી.એમ જનમન મહા અભિયાન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે દરેક લાભાર્થીને સ્થળ ઉપર જ લાભ મળી જાય તે માટે વ્યવસ્થા ઉભી કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે 2047 સુધીમા  વિકસિત ભારત સંકલ્પને હાંસલ કરવા માટે  આદિમજૂથ સમુદાયના લોકોનો સર્વાંગી વિકાસ થાય તે પીએમ જનમન અભિયાનનો મુખ્ય હેતુ છે.  

              આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે  પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત પીએમ જન મનનો મુખ્ય સંકલ્પ  આદિમજૂથના સમુદાયનો સર્વાંગી વિકાસનો છે.  કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના થકી આદિમજૂથના પરિવારના લોકો  પોતાના હકની જાણકારી પ્રાપ્ત કરી લાભન્વિત બને  અને   વિકાસની મુખ્યધારામાં યોગદાન આપે. 


              પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ દરમિયાન માન.પ્રધાનમંત્રીશ્રીનો  ભારતના  આદિમજૂથના  લાભાર્થીઓ સાથેનો  સીધા સંવાદ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મહાનુભવો સહિત ઉપસ્થિત રૂમલા ગ્રામજનોએ નિહાળ્યું હતું. ત્યારબાદ ગણદેવી તાલુકાના ખેરગામ ગામના લાભાર્થી જાગૃતિબેનએ પોતાને મળેલા લાભોનું વર્ણન કરી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો . 

               કાર્યક્રમમાં નવસારી જિલ્લાના વાંસદા, ખેરગામ, ચીખલી અને ગણદેવી તાલુકાઓમાં વસતા આદિમજૂથના પરિવારના લાભાર્થીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો અર્પણ કરાયા હતા. 


          આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ,  નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ , જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, નવસારી પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, વાંસદા પ્રાયોજના  અધિકારી શ્રી સુરેશ આનન્દુ, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, નવસારી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઑ સહિત સંબંધિત વિભાગના કર્મચારી, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. 

Comments

Popular posts from this blog

Khergam : ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન.

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

Valsad: ધરમપુરના બીલપુડીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પીએમ જનમન ઈ- સંવાદ કાર્યક્રમ યોજાયો.