Khergam: ગૌરી ગામે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

   

ખેરગામ તાલુકાના ગૌરી ગામે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

આજ રોજ તા 14/01/2023 ને શનિવારે ગૌરી ગામ ખાતે  'જય બજરંગબલી યુવક મંડળ' દ્વારા પાંચમા પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું. જેમાં ફક્ત ગામના જ યુવાનોની મહોલ્લા ટીમ  બનાવી રમવાનું હતું. જેમાં 18 ટીમે ભાગ લીધો.

  આ  કાર્યક્રમનું ઉદ્ધઘાટન નવસારી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયત સદસ્ય ભીખુભાઇ આહીર દ્વારા કરવામાં આવ્યું. આખો દિવસ DJ ના તાલે ગામના તમામ યુવાનો, વડીલો બહેનો, નાના બાળકો તેમ આજુ બાજુના લોકોએ પણ ખૂબ આનંદ માણ્યો.આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ ગામના તમામ યુવાનો વચ્ચે એકતા, સંપ, ભાઈચારો જળવાઈ રહે તે માટેનો હતો.


      ગામ સરપંચશ્રી પ્રકાશભાઈ સી પટેલ તરફથી  ટ્રોફી અને રોકડ ઇનામ આપી ( પટેલ બ્રધર્સ )વિનર અને  (મંદિર ફળીયા) રનર ટીમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. 

આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, બહેજ ગામના આગેવાન ગણેશભાઈ પટેલ, આછવણી ગામના અને ડી એમ પટેલ આર્ટ્સ એન્ડ એસ એસ પટેલ કોમર્સ કોલેજ ઓડ આણંદનાં સમાજશાસ્ત્ર વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તથા NSS પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. સંજયભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં  ડૉ. સંજયભાઈ પટેલ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આખા દિવસના કાર્યક્રમનું સંચાલન ગામના શિક્ષક શ્રી રાયુભાઈ અને કાનજીભાઈ દ્વારા કોમેન્ટ્રી કરી દર્શકોને આનંદિત કર્યા.

Comments

Popular posts from this blog

Khergam : ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન.

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

Valsad: ધરમપુરના બીલપુડીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પીએમ જનમન ઈ- સંવાદ કાર્યક્રમ યોજાયો.