Posts

Showing posts from January, 2024

Khergam : ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન.

Image
        Khergam :  ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન. વાડ ખાતે યોજાયેલ ૭૫માં પ્રજાસત્તાક પર્વના દિને વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલને ખેરગામ તાલુકા પંચાયત તરફથી તેમની વિશિષ્ટ કામગીરી બદલ તેમનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબના હસ્તે જ્યારે ખેરગામ કેન્દ્ર 'પ્રતિભાશાળી શિક્ષક'નું સન્માન વાડ ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલના હસ્તે  કરવામાં આવ્યું હતું. આમ તેમનું બેવડું સન્માન કરવામાં આવ્યું હતું. તેમનાં વિશિષ્ટ કાર્યોમાં  જિલ્લા કક્ષાએ ઇનોવેશનમા ભાગીદરી,વહિવટી ઓનલાઇન દરેક કામગીરીમાં ભાગીદારી, શાળા બાળકોને જરૂરિયાત મુજબ આર્થિક મદદ કરવી, શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીસંમેલન,ધોરણ -૧ માં પ્રવેશ મેળવેલ બાળકોને સને -૨૦૨૨ ના વર્ષમાં લેમિનેટ 30 દેશી હિસાબ વિતરણ, શાળામાં વોલ પર લગાવેલ ફોર્મશીટના ફોટા માટે ૫૦૦૦/- નું દાન, શાળામાં સરસ્વતી માતાની ફોટો દાન, વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિના લેમિનેશન ના ફોટા માટે ૨૨૦૦/- રૂનું દાન, શાળાનો લોગો બનાવવો, શાળામાં બાગ માટે માટીપુરાણ,શાળા મેદાનમાં વિવ

Khergam : રૂઝવણી પટેલ ફળિયા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ઝળક્યા.

Image
           Khergam : રૂઝવણી પટેલ ફળિયા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ઝળક્યા. નવસારી જિલ્લા ખેલ મહાકુંભ 2024 ખેરગામ તાલુકાનું એથ્લેટીકસ રમતનું આયોજન જનતા માધ્યમિક હાઇસ્કુલ ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું.  જેમાં રૂઝવણી પટેલ ફળિયા પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતુ. અંડર ઈલેવન ભાઈઓની  50 મીટર દોડમાં અંશ મનોજભાઈ પટેલ પ્રથમ ક્રમ અને બહેનોની 50 મીટર દોડમાં કાવ્યા વિજયભાઈ પટેલ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. અને બ્રોડ જમ્પમાં આયુષી સંજયભાઈ પટેલ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે અંડર નાઈન 30 મીટર દોડમાં આર્યન વિજયભાઈ પટેલ તૃતીય ક્રમ મેળવી ખેલાડીઓએ શાળાને સિદ્ધિ અપાવી હતી.  ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર,ખેરગામ બીટ  નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ અને ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ અને મહામંત્રી કિરીટભાઈ પટેલ અને શાળાનાં આચાર્યશ્રી અશોકભાઈ પટેલ અને શાળાના સ્ટાફ મિત્રોએ ખેલાડીઓના રમતના ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

Mahuva : ધોડિયા વોલીબોલ પ્રિમિયર લિગ મહુવાના વસરાઈ ખાતે રમાઈ.

Image
                               Mahuva : ધોડિયા વોલીબોલ પ્રિમિયર લિગ મહુવાના વસરાઈ ખાતે રમાઈ. " સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ " વસરાઈ તા. મહુવા ખાતે પ્રથમ વખત ધોડિયા વોલીબોલ પ્રિમિયર લિગનું આયોજન દિશા ધોડિયા સમાજ ના સ્પોર્ટસ યુનિટદ્વારા કરવામાં આવ્યુ હતું. ધોડિયા સમાજ નાં સુરત તાપી નવસારી વલસાડ વ્યારા વાંસદાના શ્રેષ્ઠ દસ ટીમના ખેલાડીઓ નું ઉચ્ચ કક્ષાનું પ્રદર્શન ટીમો દ્વારા થયું હતું જેમાં બોરીયા ગામનાં પ્લેયર વિશાલ શંકર ભાઈ પટેલનું સ્વિમિંગમાં નેશનલ સુધી બેસ્ટ પરફોર્મન્સ માટે સન્માન કરાયું હતું . મહુવા તાલુકાનું બોરીયા એક એવું ગામ છે. જે સ્પોર્ટ્સ માટે પ્રખ્યાત છે. આ ગામમાંથી સ્પોર્ટ્સ ટેલેન્ટ થકી કેટલાય યુવાનોને નોકરી લાગી છે. અને સ્પોર્ટસ કલ્ચર વિકસાવવામાં બહુ મોટો ફાળો છે. એવી યુવા પ્રતિભાનું સન્માન થયું હતું. ટુર્નામેન્ટમાં સાગર કોસંબા ની ટીમ ચેમ્પિયન અને સુપર પાવર ખરોલીની ટીમ રનર્સ અપ બની હતી મોન્ટુ કોસંબા બેસ્ટ શુટર અને બેસ્ટ ડીફેન્ડર જીગ્નેશ બોરીયા થયા હતા. આટીમ અને પ્લેયરને પ્રોત્સાહિત કરવા આ વિસ્તારનાં આગેવાનો શ્રી રાકેશભાઈ પટેલ બાંધકામ સમિતિ અધ્યક્ષ શ્રી તુષારભાઈ પ

ધરમપુરનાં સાતવાંકલ ગામે વિન્ટર ટ્રોફી ૨૦૨૪ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
                       ધરમપુરનાં સાતવાંકલ ગામે વિન્ટર ટ્રોફી ૨૦૨૪ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તા19/01/2024 ના દિને ધરમપુર તાલુકાના સાતવાંકલ ગામે વિન્ટર ટ્રોફી 2024 નું આયોજન રામદાસ ભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત 13/01/2024ના દિને ક્રાંતિકારી બિરસામુંડાને પુષ્પમાળા પહેરવી કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ માં વિવિધ ગામોની 32 ટીમો એ ભાગ લીધો હતો. જેમાં સામરસીગી ટીમ વેજતા રહી જેને 22,222/- રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી,અને ખડકીની ટીમ રનર્સઅપ રહી હતી જેને 11,111/-રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી. જેમાં મોહનાકાઉંચાળી સરપંચશ્રી દેવું મોકાસી,ભેંસદરા ગામના સામાજિક આગેવાન ટીકુભાઈ, અંકુર પટેલ,વહિયાળ ગામના માજી સરપંચશ્રી દિલીપ પટેલ, હિરેન પટેલ, સહયોગ એગ્રો ધરમપુરના નિતેશ ગવળી,રાહુલ પટેલ,સુનિલ પટેલ,યુથ પ્રમુખ કામરાન ભાઈ,રમતુંભાઈ માજી સરપંચશ્રી આબોસી અને તેમના ગૃપ દ્વારા ધરમપુર તાલુકા પંચાયતના સદસ્યશ્રી કલ્પેશભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું જે બદલ કલ્પેશભાઈ પટેલે સૌ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

મરલા ખાતે વળવી ગરાસિયા કુળના વાર્ષિક સ્નેહ મિલન સંમેલન યોજાયું.

Image
                  મરલા ખાતે વળવી ગરાસિયા કુળના વાર્ષિક સ્નેહ મિલન સંમેલન યોજાયું. 74 ગામોમાં વસવાટ કરતા પરિવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મરલા (ભાવજી ફળિયા) ગામે ધોડિયા સમાજના વળવી ગરાસિયા કુળનું 25મું (રજત જયંતિ વર્ષ) વાર્ષિક સ્નેહ મિલન સંમેલન કુળના પુત્રવધુ ડૉ. અમીયાબેન અર્પણભાઈ- પ્રમુખ અને ગોલ્ડમેડલ મેળવનાર ધનુબેન નિમલભાઈ- ઉપપ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયું.  કુળના મહાનુભાવોનું સ્વાગત શૈલેશભાઈ રણછોડભાઈના ઘરેથી સંમેલનના સ્થળ સુધી વાજતે ગાજતે અને કુળ પરિવારના સભ્યોનું સ્વાગત બાળાઓએ ગીત અને આદિવાસી નૃત્ય દ્વારા સૌને અભિભૂત કરી દીધા હતા.આ સંમેલન વળવી ગરાસિયા કુળના પ્રમુખ બાલુભાઈ નવલાભાઈ, ઉપપ્રમુખ અમ્રતભાઈ નિછાભાઈ ગોપાળભાઈ નારણભાઇ સંમેલન સફળ રીતે યોજાયું હતું.આ સંમેલનમાં વળવી ગરાસિયા કુળના વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા વ્યક્તિઓને શિલ્ડ આપી સન્માનીત કરાયા હતાં. સમગ્ર વળવી ગરાસિયા કુળના 74 ગામોમાં વસવાટ કરતા પરિવારોએ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતાં.

ઉનાઈ મંદિર પરિસરમાં રૂ.૧.૭૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી.

Image
                                  ઉનાઈ મંદિર પરિસરમાં રૂ.૧.૭૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે ઉનાઇ મંદિરે માતાજી સમક્ષ શીશ ઝૂકાવી શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલ કામના કરી. (નવસારી : ગુરુવાર ) મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ  નવસારી જિલ્લાના વાંસદાના ગાંધી મેદાન ખાતેથી રાજ્યના વન વિભાગ રાજ્ય દ્વારા આયોજિત વન સેતુ ચેતના યાત્રાને પ્રસ્થાન કરાવના અવસરે મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ અતિ પૌરાણિક ઉનાઈ માતાના મંદિરે દર્શન કર્યા હતા અને માતાજી સમક્ષ શ્રદ્ધાપૂર્વક શીશ ઝૂકાવી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલ કામના કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.  અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે, ત્યારે મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓએ આ અભિયાનરૂપે ઉનાઈ માતા

ચીખલીના રૂમલા ખાતે વડાપ્રધાનશ્રીનો પીએમ જનમનનાં લાભાર્થી સાથે સીધો લાઈવ લોકસંવાદ કાર્યક્રમ યોજાયો.

Image
                    ચીખલીના રૂમલા ખાતે વડાપ્રધાનશ્રીનો પીએમ જનમનનાં લાભાર્થી સાથે સીધો લાઈવ લોકસંવાદ કાર્યક્રમ યોજાયો. નવસારી જિલ્લાના રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીનો લાભાર્થી સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ યોજાયો. રૂમલા ખાતે  પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો લાઈવ સંવાદ કાર્યક્રમ ભારત સરકારના રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી અનુપ્રિયા પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો. પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મહાનુભવો સહિત ઉપસ્થિત ગ્રામજનોએ નિહાળ્યું. આદિમજૂથના  પરિવારો સુધી સરકારની પ્રજાલક્ષી યોજનાઓ પહોંચાડવા પીએમ જન મન અભિયાન કટિબધ્ધ  : કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી અનુપ્રિયા પટેલ (નવસારી : સોમવાર ) નવસારી  જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો લાભાર્થીઓ સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ ભારત સરકારના રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી અનુપ્રિયા પટેલના  અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રી

Valsad: સરકારી શાળામાં ભણતા ગરીબ પરિવારના બે સાધારણ બાળકની અસાધારણ સિધ્ધિ.

Image
                          Valsad: સરકારી શાળામાં ભણતા ગરીબ પરિવારના બે સાધારણ બાળકની અસાધારણ સિધ્ધિ.  વલસાડ જિલ્લાના બે વિદ્યાર્થીના પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા, બંને વિદ્યાર્થી જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પારડીના ખેરલાવની શાળાના વિદ્યાર્થીના ‘‘લાઈફ સેવિંગ વિન્ડો’’ અને ઉમરગામના ફણસાના વિદ્યાર્થીના ‘‘બીચ ક્લિનર’’ પ્રોજેક્ટની દિલ્હીથી પસંદગી થઈ.    હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે લાઈફ સેવિંગ વિન્ડો અને સમુદ્ર કાંઠાના પર્યટન સ્થળોની સફાઈ માટે બીચ ક્લિનર ઉપયોગી થઈ શકે   સમગ્ર ગુજરાતમાંથી માત્ર ૩ વિદ્યાર્થીની પસંદગી, વલસાડના બે અને મહેસાણાના એક વિદ્યાર્થીનો સમાવેશ. ‘‘એક નાનો વિચાર ઘણા મોટા આવિષ્કાર સર્જી શકે છે’’. આ વિધાનને વલસાડ જિલ્લાની સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના બે બાળકોએ યથાર્થ ઠેરવ્યુ છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામના આદિવાસી પરિવારના દીકરા જિયાંશ અને ઉમરગામ તાલુકાના ફણસા ગામના માછી સમાજના દીકરા જૈનિલની કેન્દ્ર સરકારના ‘‘ઈન્સ્પાયર એવોર્ડ’’ અંતર્ગત આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમના પ્રોજેક્ટની પસંદગી થઈ છે. આ બંને બાળકો આગામી મે માસમાં જાપાન ખાતે

સુરતના મહુવા તાલુકાના વસરાઇમાં રાષ્ટ્રીય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમની શાનદાર ઉજવણી કરાઇ.

Image
                       સુરતના મહુવા તાલુકાના વસરાઇમાં રાષ્ટ્રીય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમની શાનદાર ઉજવણી  કરાઇ. ૧૩-૧ -૨૦૨૪ શનિવારના દિને સુરત જિલ્લાના વસરાઇ તા.મહુવા મુકામે દ્વિતિય આદિવાસી સાંસ્કૃતિક વારસાનાં નૃત્યોની ઝલક દ્વારા કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પચાસ હજારથી વધારે માણસોની હાજરીએ યોજાયેલ કાર્યક્રમમાં આસામ -લેહ લદાખ - છત્તીસગઢ - રાજસ્થાન- મહારાષ્ટ્ - મધ્યપ્રદેશ -તેલંગાણા - ગુજરાતની શ્રેષ્ઠ ટીમોએ ભાગ લીધો હતો.  પારંપરીક વસ્ત્રો પરિધાન વાદ્યો અને ટ્રેડીશનલ નૃત્યો એ ભારે આકર્ષણ જમાવ્યું હતું. દેશભરના ટ્રાઇબલો ની સ્થિતિ અને સામુદાઇક સ્વાવલંબન થીમ પર યોજાએલ કાર્યક્રમ માં રાજસ્થાન દિલ્હી પશ્ચિમ બંગાળા ઓરિસ્સા તેલંગાના મધ્યપ્રદેશ જેવા ૧૪ રાજ્યોના પ્રતિનિધિમંડળો વચ્ચેનો સંવાદ અને વકતવ્યો દ્વારા સંસ્કૃતિક  આદાનપ્રદાન  દ્વારા આદિમ જીવનમૂલ્યો  કેન્દ્રમાં આખો કાર્યક્રમ આદિવાસીઓનાં શાંત અલગ અને સંઘર્ષપૂર્ણજીવન સાથે જીવન વિતાવે છે. અને ભવિષ્યનાં પડકારો આ વિષય સંવાદસાથે કાર્યક્રમપૂર્ણ થયો હતો. કાર્યક્રમનાં સ્થળે એકદિવસ માટે માત્ર ટ્રેડીશનલ ખાવાનું એ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ

ખેરગામ દાદર.ફ ચીખલી રોડ ખાતે ફળિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું સીઝન 2 આયોજન કરવામાં આવ્યું.

Image
     ખેરગામ દાદર.ફ ચીખલી રોડ ખાતે ફળિયા  ક્રિકેટ ટુર્નામેન્ટનું સીઝન 2 આયોજન કરવામાં આવ્યું. ખેરગામ દાદરી ફ. ચીખલી રોડ ખાતે ફળિયામાં ક્રિકેટ ટીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મયુર બ્લાસ્ટર  અને દિપક લાયન્સ વચ્ચે મુકાબલો થયો હતો  જેમાં મયુર બ્લાસ્ટર ટીમ વિજેતા જાહેર થઈ હતી  આ પ્રસંગે ડોક્ટર રવિન્દ્રભાઈ પાલી બા દાંત દવાખાનું તરફથી ટ્રોફી અને રોકડ રકમ આપવામાં આવી હતી પ્રેયા મોબાઇલ તરફથી ફાઇનલમાં આવેલા દરેક ખેલાડીને ગીફ્ટ  આપવામાં આવી હતી ત્યારબાદ ત્યારબાદ શ્રી ગણેશ પેટ્રોલિયમ નાનુભાઈ લાડ દ્વારા  બેસ્ટ બેસમેન બેસ્ટ બોલર મેન ઓફ ધ સિરીઝ ની ટ્રોફી આપવામાં આવી હતી જેમાં ટીશર્ટનો સંપૂર્ણ ખર્ચ ખેડૂત એગ્રો ખેરગામ દિવ્યેશભાઈ પટેલ અને ઝલર્ક સોલાર સિસ્ટમ દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું  આ પ્રસંગે દરેક ખેલાડીને જમવાની વ્યવસ્થા અને પ્રસર્ગોની જમવાની વ્યવસ્થા સંપૂર્ણ જવાબદારી એચ એમ મોલ શ્રી હરી ડેરી અને વિશ્વાસ પ્રોવિઝનલ સ્ટોર દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના આગેવાન દિપક પટેલ  જણાવ્યું હતું જેટલા ભાવી મિત્રોએ આ ટુર્નામેન્ટમાં સાથ સહકાર આપ્યો છે એ બધાનો આભાર માનું છું રાજકારણની દુન

Valsad: ધરમપુરના બીલપુડીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પીએમ જનમન ઈ- સંવાદ કાર્યક્રમ યોજાયો.

Image
   રાજ્યના શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને ધરમપુરના બીલપુડીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પીએમ જનમન ઈ- સંવાદ કાર્યક્રમ યોજાયો.  જનમન અભિયાનથી આદિવાસી સમાજ માટે સોનાનો સૂરજ ઉગ્યો, ૨૪ હજાર કરોડના ખર્ચે સર્વાંગી વિકાસ થશેઃ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર   ૧૩ કરોડ લોકો ગરીબી રેખામાંથી મુક્ત થઈ બહાર આવ્યા હોવાનું જણાવતા મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર   મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી  ધરમપુર તાલુકાના ૬૫ ગામ માટે ઉપયોગી મોબાઈલ મેડિકલ યુનિટને મંત્રીશ્રીએ લીલી ઝંડી આપી  ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (PM-JANMAN) અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો દેશના આદિમ જૂથના લાભાર્થીઓ સાથે સીધો   વર્ચ્યુઅલ લોકસંવાદ કાર્યક્રમ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી ગામની શાળાના પટાંગણમાં રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.   આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, વર્ષોથી ઉપેક્ષિત, પીડિત એવા આદિમ જૂથ

Khergam : તોરણવેરા ગામે વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
   ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ ૧૪/૧૫/૧/૨૦૨૪ દરમ્યાન તોરણવેરા ગામે વિલેજકપનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં ગામની ૨૦ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં  રાવત ફળિયાની બન્ને ટીમો વચ્ચે ફાઇનલ મુકાબલો થયો હતો અને તેમાં  A ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી. આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ગામના સરપંચશ્રી સુનીલભાઈ દભાડીયા અને આગેવાનશ્રી પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોને હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.જેમાં બન્ને ટીમોને ઉપસ્થિત  અગ્રણી આગેવાનો  દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Khergam: ગૌરી ગામે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
    ખેરગામ તાલુકાના ગૌરી ગામે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. આજ રોજ તા 14/01/2023 ને શનિવારે ગૌરી ગામ ખાતે  'જય બજરંગબલી યુવક મંડળ' દ્વારા પાંચમા પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું. જેમાં ફક્ત ગામના જ યુવાનોની મહોલ્લા ટીમ  બનાવી રમવાનું હતું. જેમાં 18 ટીમે ભાગ લીધો.   આ  કાર્યક્રમનું ઉદ્ધઘાટન નવસારી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયત સદસ્ય ભીખુભાઇ આહીર દ્વારા કરવામાં આવ્યું. આખો દિવસ DJ ના તાલે ગામના તમામ યુવાનો, વડીલો બહેનો, નાના બાળકો તેમ આજુ બાજુના લોકોએ પણ ખૂબ આનંદ માણ્યો.આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ ગામના તમામ યુવાનો વચ્ચે એકતા, સંપ, ભાઈચારો જળવાઈ રહે તે માટેનો હતો.       ગામ સરપંચશ્રી પ્રકાશભાઈ સી પટેલ તરફથી  ટ્રોફી અને રોકડ ઇનામ આપી ( પટેલ બ્રધર્સ )વિનર અને  (મંદિર ફળીયા) રનર ટીમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.  આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, બહેજ ગામના આગેવાન ગણેશભાઈ પટેલ, આછવણી ગામના અને ડી એમ પટેલ આર્ટ્સ એન્ડ એસ એસ પટેલ કોમર્સ કોલેજ ઓડ આણંદનાં સમાજશાસ્ત્ર વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તથા NSS પ્રોગ્રામ ઓફિસર તરીકે ફર

ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

Image
   ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રના  લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશ પટેલના હસ્તે ખેરગામ તાલુકાના જામનપાડા માઉલી માતા મંદિરના પટાંગણમાં વન વિભાગ દ્વારા બનાવેલા પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશ દેસાઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે મુકેશ પટેલે જણાવ્યું છે આજે સંતોષાય છે. પંચવટી કેન્દ્ર અહીંના લોકોને ખુબજ ઉપયોગી થઈ રહેશે તેમજ માતાજીના ભકતો અહી માનતા કે બાધા પૂરી કરવા માટે આવશે ત્યારે અહીં રસોડુ રાખીને જમાડવાની વ્યવસ્થા માટે પણ હોલનો ઉપયોગ થઈ શકશે. પંચવટી કેન્દ્રમાં સ્વચ્છતા કાયમી ધોરણે સ્વચ્છતા રહે તે માટે ગ્રામજનોને અપીલ કરી હતી. આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો જંગલની જાળવણી સારી રીતે રાખે છે.  તેમજ તેમને વૃક્ષ પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે. દિકરીના જન્મ સમયે ૨૫ જેટલા સાગ વાવો. જેથી દિકરી લગ્નપ્રસંગમાં કામ આવશે. માઉલી માતાજીનું આ સ્થળ પર્યટન સ્થળ બને અને પ્રવાસીઓ આવે તેવું મોટી સંખ્યામાં આવે તેવું આયોજન કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરે